નવલખી પોર્ટમાં ગાડીઓ ચેક કરવા બાબતનું મનદુઃખ રાખી યુવકના હાથ-પગ ભાંગી નાખી, મારી નાખવાની ધમકી આપતા બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
માળીયા(મી)ના વવાણીયા ગામે રહેતો યુવક જે નવલખી પોર્ટ ખાતે સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરતો હોય જ્યાં તેને ગાડીઓ ચેક કરવાનું કામ કરવાનું હોય ત્યારે આરોપીઓની ગાડીઓ ચેક કરેલ હોય જે બાબતનો ખાર રાખી બંને આરોપીઓએ સિક્યુરીટી ગાર્ડ યુવકના ગામ વવાણીયા જઈ યુવક પિતાને બેફામ ગાળો આપી યુવક ઉપર હુમલો કરી હાથ-પગ ભાંગી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકના પિતા દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ એક આરોપીની તાત્કાલિક અટક કરી આગળની તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
માળીયા(મી)ના વવાણીયા જ્ઞાનનગરી ગમે રહેતા ઇસ્માઇલભાઇ સલેમાનભાઇ જંગીયા ઉવ.૫૫ એ આરોપી મયુરસિંહ જાડેજા તથા અનીરૂધ્ધસિંહ જાડેજા રહે.બન્ને મોટા દહિસરા તા.માળીયા મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ઇસ્માઇલભાઈનો દીકરો સમીર નવલખી પોર્ટમાં સીકીયુરીટીમાં નોકરી કરતો હોય અને તે ગાડીઓ ચેક કરવાનુ કામ કરતા હોય ત્યારે સમીર દ્વારા આરોપી મયુરસિંહ તથા અનિરૂધ્ધસિંહની ગાડીઓ ચેક કરેલ હોય જેથી આરોપીઓને આ ગમતુ ના હોય તેથી તેનું મનદુખ રાખી આરોપીઓએ વવાણીયા જ્ઞાનનગરી ગામ સફેદ કલરની ફોરવ્હીલ ગાડીમાં જઈ ઇસ્માઇલભાઈને ગાળો આપી તેમજ સમીરના હાથ અને પગ ભાંગી નાખ્યા હતા. તથા સમીરને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ ઉપથી નાસી ગયાની ફરિયાદ નોંધાવતા બનાવની ગંભીરતાને ધ્યાને લઇ માળીયા(મી) પોલીસે બંને હુમલાખોર પૈકી અનિરૂધ્ધસિંહ જાડેજાને શોધી તેની અટકાયત કરવામાં આવી હતી જયારે બીજા આરોપી મયુરસિંહ જાડેજાની શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.