મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન ખાતે ફરજ બજાવતા મુળ રાજસ્થાનનાં વતની અને હાલ મોરબી નજરબાગ રેલ્વે સ્ટેશન સામે રેલ્વે કોલોનીમાં રહેતા ગણેશનારાયણ રામુલાલ મીનાએ આરોપીઓ અક્ષય દલસુખભાઈ મકવાણા અને જીતુભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૨૪નાં રાત્રીના પોણા એક વાગ્યાનાં અરસામાં આરોપીઓ એ અગાઉ ફરિયાદી પોતાની કાયદેસરની ફરજ પર હતાં દરમ્યાન બોલાચાલી કરી હોય ફરિયાદીએ ત્યારે આર.પી.એફ પોલીસ બોલાવી હોય જેનો ખાર રાખી આરોપીએ લોખંડના પાઈપ વડે તથા ઢીકાપાટુનો માર મારી બોલાચાલી કરી ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદનાં આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.









