મોરબીમાં અસામાજિક તત્વોના આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં દિવાલ બનાવવા બાબતે બે ઈસમોએ યુવક સાથે બબાલ કરી હતી અને બાદમાં તેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ખાતે રહેતા વિક્રમભાઇ સવશીભાઇ માલણીયાત નામના યુવકની પોતાના મકાન આગળ જમીન આવેલ છે. જેના પ્લોટમા તેઓ દિવાલ બનાવતા હોય જે આરોપીઓને સારું નહિ લાગતા તેઓએ જુસબભાઇ નથુભાઇ કૈઇડા અને મહેબુબભાઇ (રહે.બન્ને જેતપર (મચ્છુ) તા.જી મોરબી) નામના આરોપીઓએ સ્થળ પર આવી વિક્રમભાઇને કહ્યું હતું કે, “આ મારો પ્લોટ છે” તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી લાકડાના ધોકા વડે ફરિયાદીને માર મારી બન્ને આરોપીએ જાનથી મારી નાંખાવાની ધમકી અપાતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.