ગુજરાતમાં ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા વ્યાજખોરો તગડું વ્યાજ વસૂલતા હોવાની ફરીયાદો સામે આવી હતી. ત્યારે ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી સામાન્ય નાગરિકોની પાસેથી મસમોટુ વ્યાજ ખંખેરતા વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેને લઈ ઠેર-ઠેર લોકદરબાર યોજાયા હતા. ત્યારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે વ્યાજ વટાવ ધારા હેઠળ નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓ આખરે પોલીસના હાથે લાગ્યા છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ અને મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં વ્યાજખોરોના દુષણો અટકાવવા તેમજ વ્યાજ વટાવ ધારા હેઠળ નોંધાયેલ ફરીયાદના આરોપીની તાત્કાલીક ધરપકડ કરવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો કામગીરી માટે પ્રત્યનશીલ હોય દરમ્યાન ફરીયાદીની ફરીયાદના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે વ્યાજ વટાવ ધારા હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારૂ નાશી ગયેલ હોય ત્યારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમને ખાનગીરાહે હકીકત મળતા તલાટીકમ મંત્રી સહીત અન્ય એક આરોપીને અમરસર ફાટક પાસેથી દબોચી લઈ ગુન્હામા સંડોવાયેલ GJ-01-KY-0302 નંબરની KIA કંપનીની કારની રીકવર કરી એઝાજહુશેન મહમદઈકબાલભાઈ કાદરી (રહે.વાંકાનેર લક્ષ્મીપરા આર.ડી.સી બેંક પાછળ તા.વાંકાનેર જી.મોરબી) તથા પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા (રહે.હાલ અમદાવાદ,બોડક દેવ અતીથી હોટલની બાજુમા, મોહીની એપાર્ટમેન્ટ એવીંગ બ્લોક નં-૨૦૪ મુળ રહે.તગડી તા.ધંધુકા જી.અમદાવાદ) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી રહી છે.