મોરબીના દલવાડી સર્કલ નજીક થયેલ 1.19 કરોડની દિલધડક લૂંટ પ્રકરણમાં ત્રણ દિવસ અગાઉ ત્રણ આરોપીને ઝડપાયા બાદ પોલીસે રૂ. 79.74 લાખની રોકડ પણ કબ્જે કર્યા બાદ હાલ આ ત્રણેય આરોપીઓ રિમાન્ડ ઉપર છે ત્યારે આજે આંગડિયા લૂંટ કેસમાં લૂંટની ટીપ આપનાર મુખ્ય સૂત્રધારના ભાઈ સહિત બે આરોપીને પોલીસે આજે ધરપકડ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
મોરબીના દલવાડી સર્કલ નજીક ગત તા. 31 માર્ચના રોજ રાજકોટથી આવેલ આંગડિયા પેઢીના રૂપીયા 1.19 કરોડના પાંચ પાર્સલની લૂંટ ચલાવી બુકાની ધરીઓ નાશી છૂટ્યા હતા જે અંગેની પોલીસ ફરિયાદ બાદ દિલધડક લૂંટ પ્રકરણનો ભેદ મોરબી પોલીસે ઉકેલી નાખ્યો હતો.જેમાં મુખ્ય સૂત્રધાર રાજકોટ સોમનાથ ટ્રાવેલ્સમાં ડ્રાઇવર જાવીદ અલ્લારખાભાઇ ચૌહાણનું નામ ખુલ્યું હતું. બસ ચાલક જાવિદે પોતાના સગાભાઇ પરવેજ અલ્લારખાભાઇ ચૌહાણને ટીપ આપી તેના મીત્ર પંકજ કેશા ગરાંમડીયાએ મળી સમગ્ર લૂંટનું આયોજન ઘડી વરદાતને અંજામ આપ્યો હતો આથી પોલીસે મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લારખાભાઇ ચૌહાણ, સવસીભાઇ હકાભાઇ ગરાંમડીયા અને સુરેશ મથુરભાઇ ગરાંભડીયાને ઝડપી લીધા હતા. જે તમામના રિમાન્ડની માંગ સાથે કૉર્ટમાં રજૂ કરાતા રિમાન્ડ મંજુર કરાયા છે. આ દરમિયાન આ લૂંટ પ્રકરણમાં સંડોવાયે અને લૂંટની ટીપ આપનાર અબ્દુલ કાદિર ઉર્ફે જાહિદ અલ્લારખાભાઈ અને ઈમરાન અલ્લારખાભાઇ ચૌહાણને પણ પોલીસે આજે ઝડપી લીધા હતા. અને હજુ પંકજ કેશાભાઇ ગરાભડીયા પોલિઝ ઝપટે ન ચડત પોલીસે તપાસ નો ધમધમાટ યથાવત રાખ્યો છે.