ગુજરાત એટીએસ દ્વારા મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામેથી ઝડપાયેલા 120 કિલો ડ્રગ્સકાંડમાં પોલીસ ઝપટે ચડેલ વધુ બે આરોપીને આજે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેના કોર્ટે 12 દિવસના રીમાન્ડ મજૂર કર્યા છે.
તાજેતરમાં ગુજરાત એટીએસે ઝીંઝુડાના કોઠાવાળા પીર દરગાહ પાસે આવેલા સમસુદ્દીનના નવી બની રહેલા મકાનમાંથી 120 કિલોનો અને અંદાજે 600 કરોડની કિંમતના સફેદ ઝેર સમાન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ પ્રકરણમાં ઊંડી તપાસ કરી અત્યાર સુધીમાં ગુજરાત ats દ્વાર 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે
આજે વધુ બે આરોપી જાબિયર ઉર્ફે જાવીદ અને સર્જરાવ કેશવરાજ ગરડને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા વધુ તપાસ માટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માટે કોર્ટમાં માંગ કરવામાં આવી હતી જેને લઈને કોર્ટે બન્ને આરોપીઓના 12 દિવસના રીમાન્ડ મજૂર પર મંજૂરી મહોર લગાવી હોવાનું જાહેર થયું છે. આગામી દિવસમાં રિમાન્ડ દરમિયાન કોઈ ધડાકા ભડાકા થશે કે કેમ? તે જોવું રહ્યું.