મોરબી જિલ્લામાં અપમૃત્યુની બે ઘટના પ્રકાશમાં આવી છે જેમાં બે લોકોના અકાળે મોત નિપજતા જુદા-જુદા પોલીસ મથકમાં આ અંગે નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબી જિલ્લાના વનાળીયા ગામે રહેતા ચેતનભાઇ પ્રભુભાઇ કુનતીયાએ અગમ્ય કાણોસર તા 7 મે ના રોજ પોતાના ઘરે કપાસમાં છટવાની ઝેરી દવા પીધી હતી. જેની પરિવારજનોને જાણ થતાં પ્રથમ સારવાર આયુષ હોસ્પિટલ મોરબી બાદ વધુ સારવાર સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તા. 15 મેના રોજ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ડો. મનીષ પંચાળે તેને મૃત જાહેર કર્યા હતા. જેની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે
બીજી તરફ વાકાનેર પોલીસ મથકમાં નોંધાયેલ વિગત અનુસાર મૂળ મધ્યપ્રદેશના ધરા જિલ્લાના સેડલાના અને હાલ વાકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા ધુમસિંગ જામસિંગ ચૌહાણ પાણીના વોકળામાં નાહવા માટે પાડયો હતો. પરંતુ વોકળામાં ગરકાવ થયા સ્થાનિકોએ તેને બહાર કાઢી સારવાર માટે વાકાનેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પરંતુ ફરજ પરના એ જોઇએ તપાસી ધુમસિંગ જામસિંગ ચૌહાણને મૃતક જાહેર કર્યો હતો. સમગ્ર મામલે વાકાનેર પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.