Monday, June 15, 2026
HomeGujaratમાળીયા(મી)ના હરિપર નજીક રોડ સાઈડમાં ઉભેલી એસટી બસમાં ટ્રકની ટકકરે બે મુસાફરો...

માળીયા(મી)ના હરિપર નજીક રોડ સાઈડમાં ઉભેલી એસટી બસમાં ટ્રકની ટકકરે બે મુસાફરો ઘાયલ

અન્ય અકસ્માતગ્રસ્ત બસના મુસાફરોને બીજી બસમાં બેસાડવાની કામગીરી દરમિયાન સર્જાયો વધુ એક અકસ્માત, ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

માળીયા (મી)ના હરિપર ગામ નજીક રોડ સાઇડમાં પાર્કિંગ લાઇટ ચાલુ રાખી ઉભેલી એસટી બસને પૂરઝડપે આવેલા ટ્રકે ઠોકર મારતા બે મહિલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. અગાઉ અકસ્માતગ્રસ્ત બનેલી બસના મુસાફરોને આ બસમાં બેસાડવાની કામગીરી દરમિયાન બનાવ બન્યો હતો. હાલ માળીયા(મી) પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માળીયા (મી)ના હરિપર ગામની ગોળાઈ પાસે કંડલા-મોરબી નેશનલ હાઇવે પર અકસ્માતગ્રસ્ત એસટી બસ રજી.નં. જીજે-૧૮-ઝેડટી-૨૬૧૧ ના મુસાફરોને માંડવી ડેપોની બસ રજી.નં. જીજે-૧૮-ઝેડટી-૦૧૩૪માં ખસેડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે પુરપાટ અને ગફલતભરી રીતે ચલાવીને આવતા ટ્રક રજી.નં. ડીડી-૦૧-આર-૯૫૯૮એ ઉપરોક્ત માંડવી ડેપોની બસને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ત્યારે આ અકસ્માતના બનાવ અંગે માંડવી ડેપોની એસટી બસના ડ્રાઇવર યોગીરાજસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, માતાના મઢથી ખંભાળિયા જતી એસટી બસ અગાઉ ડિવાઇડર સાથે અથડાઈ હતી. તેના મુસાફરોને બીજી બસમાં બેસાડવામાં આવી રહ્યા હતા.

આ દરમિયાન રોડની સાઇડમાં પાર્કિંગ લાઇટ ચાલુ રાખી ઉભેલી બસને ટ્રક નં. ડીડી-૦૧-આર-૯૫૯૮ના ચાલકે ગફલતભરી રીતે હંકારી બસની ડ્રાઇવર સાઇડમાં ઠોકર મારી હતી. અકસ્માતમાં બસમાં બેઠેલા પ્રીતીબેન મુનિશ્વરને પગમાં સામાન્ય ઈજા અને પ્રતીભાબેન યશવંતરાય ઉવ.૭૦ને કમરના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ બનાવ અંગે પોલીસે ટ્રકના ચાલક વિરુદ્ધ બીએનએસની કલમ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!