મોરબી જિલ્લામાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ખોફ જ ન હોય તે રીતે અવાર-નવાર ગુનાઓ આચરી જિલ્લાની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે ગત તા.૦૩/૧૧/૨૦૨૨ ના રોજ ગાડી ધીમી ચલાવવા જેવી નજીવી બાબતે બે ઈસમો છરી વડે એક યુવક પર તૂટી પડ્યા હતા. ત્યારે યુવકને લોહી લુહાણ હાલતમા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગત તા.૦૩/૧૧/૨૦૨૨નાં રોજ મોડી સાંજે જયેશભાઈ જગદીશભાઈ પરમાર નામના ૨૬ વર્ષીય યુવાને મનસુખભાઈ હનભાઈ ચાવડા નામના શખ્સને તેના ઘર પાસે મોટર સાયકલ ધીમુ ચલાવવા બાબતે ઠપકો આપતા મનસુખને લાગી આવ્યું હતું, અને મનસુખ તેમજ તેની સાથે આવેલ તેનો મિત્ર કીરીટભાઈ નાનજીભાઈ ચાવડાએ ફરિયાદી તથા દિપકભાઈને ગાળો આપી બંને આરોપીએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી તેમજ આરોપી મનસુખે યુવકને છરીના બે ઝીંકી દઈ અને જાનથી મારી નાંખવાની ધમકીઆપી હતી. ત્યારે યુવકનું લોહી નીકળવા લાગતે તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઇપીકો કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…