Monday, May 6, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અકસ્માતના બે અલગ-અલગ બનાવોમાં બે લોકોના મોત

મોરબી જિલ્લામાં અકસ્માતના બે અલગ-અલગ બનાવોમાં બે લોકોના મોત

મોરબીમાં અકસ્માતોનાં વધતા બનાવોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. તેવામાં ગઈકાલે એક જ દિવસમાં અકસ્માતમાં બે લોકોના મોત નિપજયા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, જામનગરના દરેડમાં રહેતા સાજણભાઇ માણસુરભાઇ ખરા ગઈકાલે ભલગામ રામાપીરના મંદીર પાસે આવેલ નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી સાજણભાઇ માણસુરભાઇ ખરાને હડફેટે લઇ અકસ્માત સર્જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેને લઈ તેમના પુત્ર નિકુલભાઇ સાજણભાઇ ખરાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

જયારે બીજા બનાવમાં વાંકાનેરનાં પીપળીયા રાજમાં રહેતા અયુબભાઇ વલીમામદભાઇ કડીવાર નામના આધેડ ગત તા.૨૫/૧૧/૨૦૨૨ ના રોજ પોતાનું GJ-03-AH-6334 નંબરનું હીરો હોન્ડા સીડી ડોન બાઈક લઇ જતા હતા. ત્યારે તીથવા બોર્ડથી પીપળીયા તરફનાં રસ્તે પાછળથી આવતા GJ-36-AF-2824 નંબરના ટ્રેક્ટરના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી અયુબભાઇ વલીમામદભાઇ કડીવારને હડફેટે લેતા તે નીચે પછડાયા હતા. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેને લઈ મૃતકના ભાઈ હુશેનભાઇ વલીમામદભાઇ કડીવારએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં GJ-36-AF-2824 નાં ટ્રેક્ટરના ચાલક મુસ્તુફાભાઇ હાજીભાઇ વકાલીયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!