Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના મકનસર ગામે લોન ભરપાઈ કરવા મામલે મહિલા પર હુમલો કરનાર બે...

મોરબીના મકનસર ગામે લોન ભરપાઈ કરવા મામલે મહિલા પર હુમલો કરનાર બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ગત તા.૨૫/૧૧/૨૦૨૨ ના રોજ એક મહિલાએ તેના મિત્રને મહિલા પાસેથી લઇ બેંકમાં હપ્તા ન ભરતા આરોપીને પૈસા ભરવાનું કહેતા આરોપીએ મહિલાને ઢોર માર માર્યો હતો. જેને લઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, કિરણબેન અમૃતભાઇ જંજવાડીયા નામની ૩૦ વર્ષીય મહિલાએ દિલીપભાઇ ગંગારામભાઇ મકવાણા નામના શખ્સના મારફતે મોરબી ખાતેની HDFC બેન્કમાંથી રૂ. ૨૫,૦૦૦/- ની લોન લીધેલ હોય જે લોનના હપ્તા ફરીયાદીએ દિલીપભાઇને આપતા હોય અને તે બેન્કમા ભરતો ન હોય જેથી ફરીયાદીએ તેને લોનના હપ્તા ભરી દેવાનુ કહેતા આરોપીને સારૂ નહી લાગતા દિલીપભાઇ ગંગારામભાઇ મકવાણા અને ગંગારામભાઇ ચકુભાઇ મકવાણા નામના બન્ને આરોપીઓએ આવી ફરીયાદીને ગાળો આપી એકદમ ઉશ્કેરાઇ લાકડી વડે તથા કુહાડીથી ઇજા પહોંચાડતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!