મોરબી તાલુકાના નીચી માંડલ નજીક સીરામીક ફેક્ટરીના ક્વાર્ટરમાં તેમજ ટંકારા નજીક આવેલ સ્પિન મીલના લેબર ક્વાર્ટરમાં એક આધેડ સહીત બે લોકોએ ગળેફાંસો ખાઈ પોતાના જીવનનો અંત આણ્યો હતો. હાલ અપમૃત્યુના બંને અલગ અલગ બનાવમાં મોરબી તાલુકા તથા ટંકારા પોલીસે અકાળે મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
જેમાં પ્રથમ અપમૃત્યુના બનાવની મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક સીમપેરા સીરામીકમાં કામ કરતા અને સિરામિકની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના સાહપુર ગામના વતની ઉમેશ રામપાલસિહ ઉર્ફે આપજી યાદવ ઉવ.૪૨ વાળાના ભાઇ વતનમા હોય જેની સાથે ગઇ તા-૨૨/૦૪ના રોજ ફોન કરીને વાતચીત કરતા હતા ત્યારે સામાન્ય બોલાચાલી થયેલ હોય જે બાબતે મનમા લાગી આવતા ગઈકાલ તા-૨૩/૦૪ના બપોરના સુમારે ઉમેશભાઈએ પોતાની જાતે ગળેફાસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે જરૂરી પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કરી ડેડબોડીને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરી લાશને અંતિમવિધી માટે મૃતકના કૌટુબિક ભાઇને સોપવામા આવી હતી.
જયારે બીજા અપમૃત્યુના બનાવની મળતી માહિતી અનુસાર ટંકારાના લખધીરગઢ રોડ ઉપર રાધા-લક્ષ્મી સ્પીન ટેક્ષ પ્રા.લીમીટેડમાં મજૂરી કામ કરતા મૂળ ઝારખંડના સોનારાથડી ગામનો રહેવાસી હાલ સ્પીન મીલની લેબર કોલોનીની ઓરડીમાં રહેતા સંતાષ સિતારામ ગોસ્વામિ ઉવ.૩૦ એ ગઈકાલ તા.૨૩/૦૪ના રોજ સવારના સમયે પોતાની ઓરડીએ એકલા હતા ત્યારે કુંટુંબીક ટેન્સના કારણે આવેશમાં આવી જઇ પોતાની જાતે છતમાં લાગેલ પંખામાં માથે બાધવાના ગમછો બાંધી ગળેફાંસો ખાઇ લેતા પ્રથમ ૧૦૮ એમ્બ્યુલન્સને ટેલિફોનિક જાણ કરી હતી ત્યારે એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી રૂબિનાબેન કુરેશીએ સંતોષ ગોસ્વામિને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કરતા ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.