મોરબીમાં બે સગા ભાઈઓએ ગેરકાયદેસર રીતે ચાર કિંમતી પ્લોટ પચાવી પાડવાનો કારસો ઘડી ગેરકાયદેસર કબ્જો કરતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જેમાં વધુ વિગત મુજબ મોરબીના માધાપર સર્વે નમ્બર ૧૨૭૫ પૈકી ૨ વાળી બિનખેતી ની હેકટર ૦-૪૭-૫૫ ચો.મી જમીન પર આવેલ ફરિયાદીના ચાર પ્લોટ આવેલ છે જેમાંથી પેહલા પ્લોટમાં ૫૨.૫૦ ચો.મી. ,બીજા પ્લોટમાં ૬૫.૮૫ ચો.મી., ત્રીજા પ્લોટમાં ૫૮.૬૪ ચો.મી., અને ચોથા પ્લોટમાં ૫૦.૫૫ ચો.મી મળી કુલ ૨૨૭.૫૪ ચો.મી જગ્યા પર આરોપી હીરાલાલ માવજીભાઈ પરમાર અને ખીમજીભાઈ માવજીભાઈ પરમાર (રહે. ઓમ પાર્ક પાસે,અવધ સોસાયટી પાસે,નાની કેનાલ રોડ મોરબી) વાળાએ ગેરકાયદેસર રીતે વાડ બાંધી કબ્જો કરી લીધો હતો જેથી ઉપરોક્ત ચારેય પ્લોટના અસલ માલિક વિરજીભાઈ છગનભાઈ કુંડારિયાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.