મોરબીના અમરેલી રોડ પરથી બે દિવસ અગાઉ મોરબી એલસીબી દ્વારા વેજિટેબલ રોડ પર આવેલ અમરેલી રોડ પરથી બાવળની ઝાડીઓ પાછળ અમુક ઈસમો શંકાસ્પદ રીતે કન્ટેનર કટિંગ કરી રહ્યા હોવાની બાતમી ને આધારે દરોડો પાડ્યો હતો જેમાં ચાર શખ્સો રવિ વિનોદ પંસારા (ઉ.વ૨૭ રહે.મોરબી), નકુલ કરશનભાઈ મંદરિયા (ઉ.વ.૨૪ રહે મોરબી) મહેન્દ્ર ભરતભાઇ સોલંકી (ઉ.વ.૨૩ રહે.શોભેસ્વર રોડ મોરબી) અને ફિરોજ રહીમભાઈ મમાણી (ઉ.વ.૨૦ રહે.ખાટકીવાસ સુરેન્દ્રનગર) વાળાને ચાર આખા કન્ટેનર અને ૮૩૭૦ કિલો કાપેલ કન્ટેનર ના ભંગાર, ૨૪ ગેસ સિલિન્ડર, ત્રણ ગેસ કટર અને ત્રણ મોબાઈલ.મળી કુલ રૂ.૧૩,૮૨,૯૫૦ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
બાદમાં મોરબી એલસીબી દ્વારા ઉપરોકત ઝડપાયેલા શખ્સોની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી જેમાં આ કન્ટેનર મુન્દ્રા પોર્ટ પરથી ચોરી કરવામાં મુન્દ્ર કન્ટેનર યાર્ડના સુપરવાઈઝર ભવ્યરાજ સિંહ ઉર્ફે ભાણુભા અને મોરબીમાં આ કન્ટેનરની કાપવા માટે જગ્યાની વ્યવસ્થા કરી આપનાર મહાવીરસિંહ ભાનુભા નામના બે આરોપીઓ ના ના ખુલ્યા છે જેને ઝડપી લેવા મોરબી એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વધુમા આ ચોરી મુન્દ્રા પોર્ટ પરથી થઈ હોય જેથી મુન્દ્રા મરીન પોલીસ મથકમાં પણ આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.