મોરબીના વણકર વાસમાં રહેતા યુવાન અજીત ગોરધનભાઈ પરમાર(ઉ.વ.૨૪) ની સોમવારે રાત્રે સામાંકાંઠે ત્રાજપર ચોકડી એસ્સાર પેટ્રોલપંપ પાસે છરીના ઘા ઝીકીને હત્યા કરાયાનાં બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ બાતમીના આધારે આરોપી રમેશભાઈ મંગાભાઈ ભરવાડ (રહે. ત્રાજપર-મોરબી) વાળાને ઝડપી લીધો હતો.
બાદમાં આ આરોપીને આજે કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ દરમ્યાન પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી હતી અને હત્યા કરીને ક્યાં ક્યાં છુપાયો અને કોણે આશરો આપ્યો તે અંગેની પૂછપરછ કરતા એક મહિલા સહિત ત્રણની સંડોવણી બહાર આવી હતી. જેમાં આરોપી હત્યા કર્યા બાદ મિત્ર જુલીબેન પેથાભાઈ મોરવડીયા તથા જુલીબેનના જમાઈ કિશન બાબુભાઈ વાલીયાણી અને હિતો નામના શખ્સે આશરો આપ્યો હતો. આથી, પોલીસે આરોપીને આશરો આપવાના ગુન્હામાં જુલીબેન પેથાભાઈ મોરવડીયા તથા જુલીબેનના જમાઈ કિશન બાબુભાઈ વાલીયાણીની ધરપકડ કરી હતી.