વિકાસની હરણફાળ ભરતા મોરબી જિલ્લામા અકસ્માતનો ગોઝારો સીલસીલો આજે પણ યથાવત રહ્યો છે છેલા ચોવીસ કલાકમાં મોરબી જિલ્લાના જુદા જુદા પોલીસ મથકના અકસ્માતના ચાર બનાવો સામે આવ્યા છે જેમાં બે વ્યક્તિઓના મોત સહિત અન્ય વ્યક્તિને ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત અંગેના કેસની વિગત મુજબ ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરના સુખપર ગામના નદીના પુલ નજીક માટેલા સાંઢ ની માફક આવતા ટ્રક રજી. નં. GJ 12 BV 6975 ના ચાલકે ટ્રક રજી નં.GJ 12 BV 8631 સાથે પાછળથી ઠોકર મારતા અકસ્માત થયો હતો આ બનાવમાં આરોપી ના ટ્રકમાં બેઠેલ સાહેદ સંપતસિંહ નામના 29 વર્ષીય યુવાનને નાકે તથા કપાળમાં અને હાથે પગે ગંભીર ઇજા પહોંચી હતી જેને લઈને તેનું મોત નીપજ્યું હતું આ અંગે ટ્રક ચાલક અનીલભાઇ દેવશીભાઇ હડીયા (ઉવ ૪૪ રહે મેધપર બોરીચીં તા.અંજાર)એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે ટંકારાથી લતીપરને જોડતા માર્ગ પર સરાયાગામેં આદમભાઇ જુસબભાઇ વિકીયા અને
ચંદુભાઇ જીવણભાઇ પાલરીયા (રહે.હરબટીયાળી તા.ટંકારા જી.મોરબી) બન્ને હિરો સ્પ્લેન્ડર મો.સા.રજી GJ-03-HF-3385 લઇને જતા હતા આ વેળાએ આઇશર વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં બનેં બાઈક સવાર રોડ પર પટકાતા આદમભાઇને માથામા તથા શરીરે નાની મોટી ઇજા તેમજ જમણા પગમા ફેકચર થયું હતું વધુમાં સાહેદ ચંદુભાઇ પાલરીયાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જે જીવલેણ સાબિત થતા તેનું મોત થયું હતું. અકસ્માત બાદ આઇશર ચાલક નાશી છુટતા ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ એક અકસ્માતની વિગત અનુસાર મોરબીના RTO રોડ પુલ ઉપર ટ્રક અને બાઈક વચ્ચે એકસ્માત થયો હતો જેમા મયુરભાઈ દોંગા પોતાનું સીડી ડીલકક્ષ બાઈક રજી. GJ 03 KQ 6051 લઈ મોરબી તરફ જઇ રહ્યા હતા આ દરમિયાન પુરપાટ વેગે આવતા ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દઈ મયુરભાઈના બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં બાઈક ચાલક મયુરભાઈને ડાબા પગના પંજા માં તેમજ સાથળ સહિત શરીરના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક નાશી જતા આ અંગે ઇજા ગ્રસ્તના ભાઈ ગૌતમભાઈ ગોવિંદભાઈ દોંગા (ઉ.વ. ૨૩ રહે. રાજકોટ મવડી ગામ પાસે રામધન પાછળ નંદનવન -૩ રાજકોટ)એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માત અંગેના વધુ એક કેસની મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર
મોરબી બાયપાસ રોડ પર આવેલ અમરેલી ગામ નજીક હોન્ડા સીટી ફોર વ્હીલ રજી નં- GJ-10-AC-4630 ના ચાલકે બેફામ સ્પીડે કાર ચલાવી મનજીભાઈ અરજણભાઇ પરમાર અને ભરતભાઈ રામજીભાઇ પરમારની બાઈક હિરો સ્પ્લેંડર રજી નં-GJ-36-P-1067 ને અડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં મનજીભાઈને જમણા પગ ફેક્ચર તેમજ માથાના અને છાતીના ભાગે ઇજા પહોંચતા તેઓ અર્ધબેભાન હલતમાં થયા હતા જ્યારે ભરતભાઈ રામજીભાઈ પરમારને જમણા પગની ઘુંટીના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજા થતા તે બેભાન થયા હોવાનું ધીરજભાઈ ધનજીભાઈ પરમાર (રહે. રોલા રાતડિયાની વાડી પંચાસર રોડ મેઈન કેનાલ પાસે તા.જી.મોરબી)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.