Tuesday, January 14, 2025
HomeGujaratનવસારીમાં સાત જગ્યાએ ઘરફોડ ચોરી કરનાર બે ઈસમો મહારાષ્ટ્રથી ઝડપાયા

નવસારીમાં સાત જગ્યાએ ઘરફોડ ચોરી કરનાર બે ઈસમો મહારાષ્ટ્રથી ઝડપાયા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના કિસ્સાઓમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. તેવામાં નવસારી જિલ્લામાં ચીખલી અને બીલીમોરા પંથકમાં સાત જગ્યાએ ચોરી કરનારી ગેંગના બે ઈસમોની નવસારી એલસીબી પોલીસે અટક કરી છે. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજમાં કાર દેખાતા મહારાષ્ટ્ર જઇ આરોપીઓની અટક કરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામાં વાહન ચોરી, ઘરફોડ ચોરી તથા અન્ય મિલકત સંબધી ગુનાઓ શોધી કાઢવા વોચ રાખી માહિતી મેળવી સફળ કામગીરી કરવા તથા ગુનાઓ શોધી કાઢવા માટે નવસારી એલ.સી.બી.ના પી.આઇ. ડી.એસ.કોરાટને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જેથી અધિકારીઓની સુચનાઓ અંગે અસરકારક કામગીરી કરવા એલ.સી.બી. સ્ટાફના અધિકારી/કર્મચારીઓને નવસારી જિલ્લામાં દાખલ થયેલ અનડીટેક્ટ ઘરફોડ ચોરીઓ ડીટેકટ કરવા સુચના આપતા એલ.સી.બી. સ્ટાફના માણસોએ ચીખલી પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૧/૧૨/૨૦૨૨ના રોજ નોંધાયેલ ગુનાના કામે વર્ક આઉટમાં રહી ગુનાવાળી જગ્યા તથા ગુનાવાળી જગ્યાએથી જિલ્લા બહાર જતા માર્ગો ઉપર આવેલ રોડની આજુબાજુની જગ્યાના CCTV ફુટેજ મેળવવાની ટેકનીકલ સોર્સ તથા CCTV ફુટેજ મારફતે ઘરફોડ ચોરી કરનાર ઇસમો MH 04 EQ 1228 નંબરની સ્વીફ્ટ ડિઝાયર કાર તથા એક બ્લેક કલરનું નંબર વગરનું બજાજ પલ્સર મોટર સાયકલ ઉપર આવી ચીખલી, બીલીમોરા વિસ્તારોમાં દિવસ દરમ્યાન બંધ મકાનોમાં તાળા તોડી ઘરફોડ ચોરી કરતા હોવાનું જણાય આવતા એલ.સી.બી. નવસારીની એક ટીમ મહારાષ્ટ્ર રાજયમાં સ્વાના કરેલ જે ટીમ દ્રારા મહારાષ્ટ્ર રાજય, નાશીક જિલ્લાના માલેગાવ વિસ્તારમાં વોચમાં રહી ટેકનીકલ સોર્સ તેમજ CCTV ફુટેજો આધારે ઘરફોડ ચોરી કરનાર ઈસમો રઈશ ઉર્ફે બકરી મુસાભાઇ શેખ (રહે. માલેગાવ, હિરાપન્ના કોલોની, થાણા-માલેગાવ સીટી, જિ. નાશીક (મહારાષ્ટ્ર)) તથા ઇસાક બનેમિયા શેખ (રહે. માલેગાવ, અક્ષ કોલોની, થાણા-માલેગાવ સીટી, જિ. નાશીક (મહારાષ્ટ્ર))ને સ્વીટ ડિઝાયર કાર સાથે પકડી પાડી બન્ને ઇસમોને એલ.સી.બી.નવસારી ખાતે લઇ આવવામાં આવ્યા હતા.

પકડાયેલ બન્ને ઇસમોની પુછપરછ કરતા તેઓએ તેમના સાથીદારો ઈલ્યાસ બેગ (રહે- અક્ષાનગર માલેગાંવ) તથા ઈલીયાસ બેગનો માણસ જેનું નામ સરનામુ જણાયેલ નથી તેઓ ચારેય જણાએ મળી ગુજરાત રાજયના નવસારી જિલ્લામાં કુલ ૭ જગ્યાએ સોના-ચાંદીના દાગીનાઓ તથા રોકડ રકમની ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ હતી. જે અન્વયે ચીખલી પોલીસ સ્ટેશન તથા બીલીમોરા પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા ગુનાઓ થયેલ હોવાનું જણાય આવતા પકડાયેલ બન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ચીખલીમાં સોંપવામાં આવેલ છે. તેમની પાસેથી ઘરફોડ ચોરી કરનાર ઇસમોએ ચોરી કરતી વખતે ઉપયોગમાં લીધેલ સ્વીફ્ટ ડિઝાયર કાર રૂ.૩,૦૦,૦૦૦/- તથા બન્ને ઇસમોની અંગ ઝડતીમાંથી મળી આવેલ રૂ. ૧૦,૦૦૦/-ના ૨ મોબાઇલ મળી કુલ રૂ. ૩,૧૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!