Friday, January 10, 2025
HomeGujaratમોરબી માળિયા હાઇવે પરથી અને શકત શનાળા ગામેથી વિદેશી દારૂ સાથે બે...

મોરબી માળિયા હાઇવે પરથી અને શકત શનાળા ગામેથી વિદેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા

મોરબીમાં વિદેશી દારૂની બદીને અટકાવવા મોરબી જિલ્લા પોલીસ દિન રાત કાર્યવાહી કરી રહી છે. અને એક બાદ એક બુટલેગરો પર રેઈડ કરી વિદેશી દારૂનો જથ્થો નાની-મોટી માત્રામાં પકડી પાડી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી પોલીસે બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી બે શખ્સોની અટકાયત કરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વિપુલભાઇ મનસુખભાઇ ધલવાણીયા નામના શખ્સે પોતાના મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ રહેણાંક મકાને વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરવાના ઇરાદે રાખી મુકેલ છે. જે હકીકતના આધારે પોલીસે આરોપીના જનકપુરી સોસાયટીમાં આવેલ મકાન નંબર ૧૦૨માં રેઈડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ ૧૬૮ બોટલોનો રૂ.૨૫,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી વિપુલભાઇ મનસુખભાઇ ધલવાણીયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ શકત શનાળા ગામના ઝાપા પાસે એક શખ્સને રોકી તેની પૂછપરછ કરી તપાસ કરતા આરોપી પાસેથી વિદેશી દારૂની મેકડોલસ નં.-૧ વ્હીસ્કીની સીલ તોડેલ ૧ બોટલ મળી આવતા પોલીસે દિપકભાઇ વશરામભાઇ શનારીયા (રહે. શકત શનાળા શાઇબાબા મંદીર વાળી શેરી તા.જી.મોરબી)ની અટકાયત કરી રૂ.૨૫૦/-ની કિંમતની વિદેશી દારૂની બોટલનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!