રાજકોટની ધર્મિષ્ઠા પટેલ અને પારસ જૈન સહિત ત્રણની ધરપકડ: રૂ.35 હજારથી રૂ.1 લાખ લઈ પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રીઓ આપાતી હતી: અમદાવાદ અને દિલ્હીના શખ્સનું નામ ખુલ્યું
રાજકોટ શહેર એસઓજીએ ડુપ્લીકેટ પ્રોસ્ટ ગેજ્યુએટ માર્કશીટ મેળવવાના બે કૌભાંડ ઝડપી પડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. વિદેશ જવા માટે એપ્લાય કરે ત્યારે જો પીજીની ડીગ્રી હોય તો પીઆઈ સ્કોર વધે આ પીઆર વધારવા ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ લાંબા સમયથી ચાલતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ કૌભાંડના તાર ત્રણ અલગ અલગ યુનિવર્સિટી સુધી લંબાયાં હોવાનું પણ જાહેર થયું છે.
ચૌકાવનારા આ કૌભાંડ અંગે રાજકોટ ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી મનોહર સિંહ જાડેજા (ડીસીપી ઝોન 2)એ માહિતી આપતા જણાવ્યું હતું કે વિદેશ જવા માંગતા લોકોને પીઆઇ એપ્લિકેશનમાં કે જે માત્ર ગ્રેજ્યુએટ જ હોઈ પોસ્ટ ગ્રેજ્યુએટ ન હોઈ તેવા લોકોની ડુપ્લીકેટ માર્કશીટ થકી પીજી (પોસ્ટ ગેજ્યુએટ) બનાવવાનું છેલા એકાદ વર્ષથી વ્યવસ્થિત કૌભાંડ ચાલતું હોવાની પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા અંદર ખાને છેલા પંદર દિવસ થી તપાસ ચાલી રહી હતી જેમાં આજે રાજકોટમાંથી આ બોગસ માર્કશીટના બે કૌભાંડ ઝડપાયા ભોપાળા છતાં થયા છે જેમાં પોલીસે મુખ્ય આરોપી ધર્મિષ્ઠા બેન પટેલ (રહે.રત્ના એપાર્ટમેન્ટ રાજકોટ) ને ઝડપી લીધી હતી એમની પાસેથી એમબીએ ફાઈનાન્સના ડિગ્રીના બે સર્ટિફિકેટ મળ્યા છે. બન્ને સર્ટિફિકેટ માલતીબેન અને મૌલિક (રહે.રાજકોટ)ના નામે હોવાનું ખુલતા પોલીસે આ બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મુખ્ય આરોપી ધર્મિષ્ઠાબેન દિલ્હીના તેના ફેસબુક ફ્રેન્ડ પ્રકાશ યાદવ પાસેથી 70 હજારમાં સર્ટિફિકેટ મેળવતિ હોવાનું તપાસમાં ખુલ્યું છે. જને પગલે મહિલા આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 467,468 465 હેઠળ ધરપકડ કરાય છે જ્યારે પ્રકાશ યાદવની ધરપકડની દિશામાં કાર્યવાહી આદરી છે.
ઉલ્લેખનીય છે કે આરોપી ધર્મિષ્ઠાબેન આજ પ્રકરણમાં અગાઉ પોલીસ ચોપડે ચડ્યા છે જેમાં તેમની વિરૂધ મુંબઈના નાંદેડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં ડુપ્લીકેટ માર્કશીટ અંગેના અગાઉ ગુન્હો નોંધાયો છે.
અન્ય એક ગુન્હામાં રાજકોટના પારસ જૈન પાસેથી બે ડુપ્લીકેટ સર્ટિફિકેટ મળ્યા છે. જેમાં પારસ જૈન અને વૈભવ પાટડીયા જેના નામના અલ્હાબાદ યુનિર્વિસટી અને આગ્રા એમ. બી. એ.ની ડીગ્રીના ડુપ્લીકેટ સર્ટી મળ્યા છે. આ પ્રકરણમાં અમદાવાદના ભુરો પટેલની પણ સંડોવણી ખુલી છે જે પોલીસ પકડથી દૂર છે. મુખ્ય સુત્રધાર પારસ જૈન પાસે સર્ટિફિકેટ પહોંચ્યા છે તે દર્શન કોટક અમદાવાદનો રહેવાસી છે અને કેનેડા જવા માટે બોગસ એમબીએનું સર્ટિફિકેટ બનાવ્યું હતા. જે રૂ.70 હજારથી 1 લાખમાં રૂપિયામાં સર્ટિફિકેટ બનાવી આપતો હોવાનું ખુલ્યું હતું. ઉલ્લેખનીય છે કે પારસ જૈન બીજા લોકડાઉનથી ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાનો આ ગોરખધંધો કરતો હતો. આ કૌભાંડમાં અન્ય કોણ સામેલ છે ? અત્યાર સુધીમાં કેટલા બોગસ સર્ટી બનાવ્યા અને કેટલા નાણાં ખંખેર્યા તે આરોપીઓના રિમાન્ડ બાદ જ સ્પષ્ટ કઈ શકશે તેમ અંતમાં મનોહરસિંહે જણાવ્યું હતું. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે જે નામ ખુલ્યા છે તેની શોધખોળ શરૂ કરાઇ છે.