Sunday, September 8, 2024
HomeGujaratમોરબીના પીપળી રોડ પર બે ટ્રક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો:એક ગંભીર રીતે...

મોરબીના પીપળી રોડ પર બે ટ્રક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો:એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

રાજ્યમાં અકસ્માતના આંકડો રોજ બરોજ વધતો જાય છે. વાહન ચાલકો ટ્રાફિકના નિયમો નેવે મુકી વાહન હંકારતા હોય તેમ અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે અકસ્માતની વધુ અક દુર્ઘટના સામે આવી છે. જેમાં અકસ્માતોનું ઘર બનેલા પીપળી રોડ પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અકસ્માતોનું ઘર બનેલા મોરબીના પીપળી રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે મોરબીના પીપળી રોડ પર GJ-36-T-7083 અને RJ-01-GB-9670 નંબરના બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાંથી એક ટ્રકની કેબિનનો બુકડો બોલી ગયો હતો.આ અકસ્માતને પગલે પીપળી રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને મોરબી તાલુકા પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત બન્ને ટ્રક ને હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!