મોરબી જિલ્લામા આજે અપમૃત્યુના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં વાંકાનેરના ઢુવા ગામે કારખાનામાં કામ કરતા શ્રમિકનું અકસ્માતે મોત અને હળવદ પંથકમાં બંધ ટ્રકની કેબિનમાંથી નીચે પડી જતા રાજસ્થાની ટ્રક ચાલકનું મૃત્યુ થયાનું જાહેર થયું છે.
વાંકાનેરના માટેલ રોડ પર આવેલ શ્રી સીરામીક ઢુવા ખાતે મજુરી કામ કરતા આનંદકુમાર ગોવિંદભાઇ બાયમ (ઉ.વ-૩૫) મૂળ રહે. યુપીવાળો માટીના ખાતામ કામ કરતા હતા ત્યારે અકસ્માતે પેંટ હુનવે બેલ્ટમા ફસાઇ ગયો હતો.જે અકસ્માતમાં તેને ગંભીર ઇજા થવા પામી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની નક્ષત્ર હોસ્પીટલમા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં હળવદ તાલુકાના સુખપર ગામ નજીક ધ્રાંગધ્રા –હળવદ સ્ટેટ હાઇવે પર આવેલ રામદેવ હોટલના મેદાનમાં ટ્રક પાર્ક કરી રાજેસ્થાની ટ્રક ચાલક વિષ્ણુભાઇ ઉર્ફે કાલુ બાલચંદ ખટિક (ઉ.વ.૩૭) આરામ ફરમાવી રહ્યો હતો આ દરમિયાન કોઈ કારણસર તે ટ્રક પરથી નીચે ખાબકતા ગંભીર ઇજા બાદ તેનું મોત નીપજ્યું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થવા પામ્યું છે જેને લઈને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.


                                    






