Wednesday, May 8, 2024
HomeGujaratમોરબી જિલ્લા પંચાયત્તના બાંધકામ સમિતિના ચેરમેનની અનોખી પહેલ: સમરસ ગામ પંચાયતને આપશે...

મોરબી જિલ્લા પંચાયત્તના બાંધકામ સમિતિના ચેરમેનની અનોખી પહેલ: સમરસ ગામ પંચાયતને આપશે એક લાખ રૂપિયા

મોરબી સહિત રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ફોર્મ ભરવા સહિતની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા પંચાયત્તના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ અનોખી પહેલ કરી જેતપર જીલ્લા પંચાયતની સીટમાં આવતા ગામોમાં સમરસ ગામ પંચાયત થશે તો 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ પહેલને અગ્રણીઓએ આવકાર આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પંથકમાં સેવા કાર્યમાં અગ્રેસર રહેતા અને ઉદાર હાથે દાન આપતા સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ અનોખી પહેલ કરી છે. ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયતની જાહેરતએ એક પ્રકારે ગ્રામજનોનો સંપ, સુખ દર્શવતી હોઈ છે ત્યારે તાજેતરમાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વધુને વધુ ગામો સમરસ જાહેર થઈ તે માટે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા જિલ્લા પંચાયતની જેતપર સીટમાં આવતા ગામો જેતપર,વાઘપર,પીલુડી,રાપર, સાપર, જસમતગઢ,ગાળા, ચકમપર,જીવાપર, કેશવનગર ,લક્ષ્મીનગર ,ભરતનગર, નવા સાદુળકા, હરીપર ,કેરાળા, રવાપર (નદી),ગુંગણ ,સોખડા બહાદુરગઢ ,નવા નાગડાવાસ , જૂનાનાગડાવાસ , કૃષ્ણનગર,ભક્તિનગર ,અણિયારી,અમરનગર ,જૂના સાદુળકા ગામોમાથી જે ગામ સમરસ થાશે એ ગામના વિકાસ માટે પોતે સ્વખર્ચે 1 લાખ રૂપિયા વિકાસ કાર્યો માટે સહાયરૂપે આપવાની જાહેરાત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!