મોરબી જિલ્લામાં અપમૃત્યુના બે બનાવો પોલીસે ચોપડે નોંધાયા છે જેમાં માર્ગ અકસ્માતમાં યુવતી અને કારખાનામાં ચાલુ મોટરમાં પગ આવી જતા બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત અંગેના કેસની જાણવા મળતી વિગત અનુસાર હળવદ તાલુકાના ચાડધ્રા નજીક માર્ગ અકસ્માતમા ટ્રેકટર પરથી નીચે પટકાતા યુવતીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં સોનાલીકા ટેક્ટર રજી.નં –જી.જે.૧૮ એફ ૮૧૦૪ના ચાલક કમલભાઇ હરજીભાઇ બામનીયા (રહે પીપલદેલા તા-દેવજરી જી. જાબવા એમ.પી.)એ બેફામ સ્પીડે ટ્રેકટર ચલાવતા ટ્રેકટરની શીટમા બેસેલ રાધુ દરીયાવભાઇ રાઠોડ(ઉ.વ. ૧૯) નામની યુવતી રોડ પર નીચે પડી ગઈ હતી જેમાં તેના માથા પરથી ટ્રેક્ટરનુ વ્હીલ ફરી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી આ અકસ્માતમાં તેનું મોત નિપજતા મૃતકના દરીયાવભાઇ જોત્યાભાઇ રાઠોડએ ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના વધુ એક કેસમાં મોરબીના લગધીરપુર રોડ પર આવેલ લીવન્ટો કંપનીમાં રહેતા સંજય સમરથસિંહ નીંગવાલ(બીલાના) (ઉ.વ. ૦૪) ગત તા-૦૨/૦૨/૨૦૨૨ ના રોજ ચાલુ મોટરમાં પગ આવી જતા ઇજા ગંભીર હાલતમાં પ્રથમ સારવાર અર્થે મોરબી ખસેડાયા હતા જ્યાં વધુ સારવારની જરૂર જણાતા અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેનું સારવાર દરમ્યાન તા-૦૫/૦૨/૨૦૨૨ ના રોજ મોત નિપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કરતા મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.