Saturday, December 28, 2024
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી નજીક હોટલના ગ્રાઉન્ડમાંથી પિસ્તોલ, કાર્તિઝ સાથે બે ઝડપાયા

વાંકાનેર બાઉન્ડ્રી નજીક હોટલના ગ્રાઉન્ડમાંથી પિસ્તોલ, કાર્તિઝ સાથે બે ઝડપાયા

મોરબી એલસીબી અને પેરોલ ફર્લોની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક હોટલના ગ્રાઉન્ડમાંથી પુસ્તલ બે શખ્સોને ગેરકાયદે પીસ્તોલ સહિતના હથિયાર સાથે દબોચી લઈ કાયદેશરની કાર્યવાહી કરી છે.કેસની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ તુલસી હોટલના ગ્રાઉન્ડમાં એક સરદારજી સહિત અન્ય શખ્સ બન્ને હાથ બનાવટની પસ્તોલ તથા કાર્ટીઝનું વેચાણ કરવા આવનાર હોય જે અંગે પોલીસને બાતમી મળતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. જ્યાં તપાસ હાથ ધરતા તુલસી હોટલના ગ્રાઉન્ડમાં હથિયાર વેંચવાની ફિરાકમાં રહેલા માનસીંગ ઉધમસીંગ દુધાણી (ઉ.વ. ૫૬ રહે , હાલ ધોરાજી ફરેળી રોડ , ગુલાબનગર તા.ધોરાજી જી.રાજકોટ મુળ રહે . વડોદરા) તથા પવન મદન તેજાજી સીરવી (ઉવ . ૩૩ ધંધો મજુરી રહે ગંધવની બ્લોક કોલોની ગ્રામ પંચાયત બારીયા મધ્યપ્રદેશ) નામના બે શખ્સો ઝડપાયા હતા. પોલીસે એક પીસ્તોલ કી.રૂ. ૧૦,૦૦૦, જીવતા કાર્ટીઝ નંગ -૦૫ કી.રૂ .૫૦૦, ખાલી મેજીન કી.રૂ. ૫૦૦,મોબાઇલ ફોન નંગ -૦૧ કી.રૂ .૨,૦૦૦ સહિત કુલ કી.રૂ. ૧૩,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.ઉલ્લેખનિય છે કે આરોપી માનસીંગ ઉધમસીંગ નારાયણસીંગ દુધાણી ડી.સી.બી. પોલિસ સ્ટેશન રાજકોટ શહેર તથા પંચ એ. ડીવીજન જામનગરમાં અગાઉ પણ હથિયાર ધારાના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરી દરમિયાન પીઆઇ વી.બી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી , વિક્રમસિંહ બોરાણા , શકિતસિંહ ઝાલા , પૃથ્વીરાજસિંહ જાડેજા , સહદેવસિંહ જાડેજા , દશરથસિંહ ચાવડા તથા વિક્રમભાઇ કુંગસીયા , નંદલાલ વરમોરા , હરેશભાઇ સરવૈયા , રણવીરસિંહ જાડેજા , સતીષભાઇ કાંજીયા સહિતના ફરજ પર હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!