Saturday, January 11, 2025
HomeGujaratમોરબીના કુબેરનગર અને ચિત્રકુટ સોસાયટીમાંથી દારૂ, બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

મોરબીના કુબેરનગર અને ચિત્રકુટ સોસાયટીમાંથી દારૂ, બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

મોરબીના નવલખીરોડ પર આવેલ કુબેરનગરના ગેઇટ નજીક કારમાંથી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે ચિત્રકુટ સોસાયટીમાંથી 24 ટીન બિયર સાથે એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવીઝન પોલીસે કુબેરનગરના ગેઇટ થી શંકાસ્પદ હાલતમાં પસાર થતી કાર ને અટકાવી તલાશી લેતા અલ્ટો કાર નં. GJ03HR-3430માથી ગે.કા રીતે મેગ્ડોલ્સ નં.૧ સુપરીયલ્સ વ્હીસ્કીની ૪૮ બોટલ કુલ કિ રૂ.૧૮૦૦૦ નો જથ્થો ઝડપાયો હતો જેને લઈને

પોલીસે આરોપી રાહુલભાઇ પ્રભાતભાઇ ચાવડા (ઉ.વ.૨૮ રહે.મોરબી નવલખીરોડ યમુનાનગર શેરીનં.૫) ને ઝડપી લઈ અલ્ટો કાર કિ.રૂ.૧,૦૦,૦૦૦, દારૂ સહિત રૂ.૧,૧૮૦૦૦નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂ અંગેના વધુ એક બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબી નવા બસ સ્ટેશન પાછળ ચિત્રકુટ સોસાયટી માં રહેતા કલ્પેશભાઇ ધીરૂભાઇ પરમારના મકાનના પોલીસે રેઇડ પાડી બીયરના ટીન નંગ-૨૪ કી.રૂ. ૨,૪૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે આરોપી કલ્પેશને ઝડપી તેની પૂછપરછ હાથ ધરતા આ પ્રકરણમાં આરોપી ભાર્ગવ સુધીરભાઇ ઉર્ફે સુખાભાઇ વીઠલાપરા (ઉ.વ. ૨૮ રહે.મોરબી વાવડીરોડ કબીરધામ પાસે ભકિતનગર-૨ સોસાયટી) ની સંડોવણી ખુલી હતી જેથી પોલિસે આ આરોપીને ફરારી જાહેર કરી તાપસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!