હળવદ શહેરના ગોરી દરવાજા પાસે જાહેરમા જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી જવા પામી હતી આ દરમિયાન બે જુગારીઓ પોલીસ ઝપટે ચડ્યા હતા જ્યારે ત્રણ શખ્સો પોલીસને હાથતાળી આપી નાશી છૂટવામાં સફળ બન્યા હતા.
હળવદના જુગારધામની બાતમી મળતા પોલીસે રેઇડ પાડી હતી.જ્યા જુગાર રમતા અશોકભાઇ રણછોડભાઇ મુંધવા અને નિતેશ ઉર્ફે બુધો લાલજીભાઇ મકવાણા નામના બે જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. રેઇડ દરમિયાન આરોપી કમલેશ શામજી કોળી, નિલેશ પ્રજાપતિ અને સુરેશ ચંદુભાઇ કોળી નાશી છૂટયા હતા. જેને લઈને પોલીસ ઝપટે ચડેલ બન્ને શખ્સો ના કબજામાંથી પોલીસે રૂપિયા ૧૧૨૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો ઉપરાંત અન્યા આરોપીઓને ફરારી જાહેર કરી તમામ વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.