Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી હળવદ પંથકમાથી ઝડપાયો

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી હળવદ પંથકમાથી ઝડપાયો

મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ વાડી વિસ્તારમાંથી પાચેક મહીના પહેલા સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમેં હળવદ પંથકમાથી ઝડપી લઈ ભોગ બનનારને શોધી કાઢી હતી.

- Advertisement -
- Advertisement -

શહેરના વેજીટેબલ રોડ પરની વાડીમાથી સગીરાનુ અપહરણ થતા આ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં આઇ.પી.સી.કલમ -૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ -૧૮ મુજબ ગુનો નોંધાયો હતો આ પ્રકરણમાં સંડોવાયેલ આરોપી તથા ભોગબનનાર બન્ને હળવદ તાલુકાના ઘણાવદ ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાતમીને પગલે પોલીસે તાત્કાલિક રેઇડ પાડી હતી. જે તપાસ દરમિયાન આરોપી અક્ષયભાઇ દિનેશભાઇ ડાભી (ઉ.વ. ૨૧ રહે. વાટાવદર તા.હળવદ જી.મોરબી) તથા ભોગબનનાર બન્ને ઘણાદ ગામેં કરાની વાડી તરીકે ઓળખાતી સીમમાંથી મળી આવતા બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવીજન પોલીસને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!