બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં બે શખ્સો જાહેરમાં જુગાર રમતા હોય જે બાતમીને આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે રેઈડ કરતાં જાહેરમાં જુગાર રમતા નિઝામ સલીમ મોવર (ઉ.વ.૨૧, રહે ઈદ મસ્જીદ રોડ, મોરબી) અને ઓસમાણ ઉર્ફે ઓસો હુશેન ઘાંચી (ઉ.વ.૬૦, રહે લાતી પ્લોટ શેરી નં. ૦૪) એમ બેને રોકડ રકમ રૂ ૧૦,૨૫૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


 
                                    






