મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેધરાની સુચના તેમજ ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ આજરોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ બી.પી.સોનારા તથા મોરબી સીટી એ ડીવીઝન સર્વેલન્સ સ્ટાફના માણસો કેફી પદાર્થનુ વેચાણ કરતા ઇસમોને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોરબી કંડલા બાયપાસ કામધેનુ પાર્ટીપ્લોટ સામેથી આરોપી હરદીપસિંહ અશ્વિનસિંહ જાડેજા (ઉ.વ.૨૩ રહે. મોરબી વાવડીરોડ મીલનપાર્ક શેરી નંબર-ર બ્લોક નંબર-૧, મોરબી મુળગામ માણેકવાડા તા.જી.મોરબી) તથા સંદીપ ચંદ્રકાંત કારીયા (ઉ.વ.૨૪,ધંધો ફુટની લારી રહે. મોરબી માર્કેટીંગ યાર્ડ કેન્ટીન ના મકાનમા મુળ રહે. વેરાવળ પંચવટી સોસાયટી આરતી એપાર્ટમેન્ટ) વાળા પોતાના એકસેસ મોટર સાયકલ નં. GJ-36-Q-6079 કિં.રૂ. ૨૦૦૦૦/- વાળામાં ગેરકાયદેસર રીતે ગાંજો ૪૬૦ ગ્રામ કિંમત રૂપીયા ૪૬૦૦/- ની હેરાફેરી કરતા મુદામાલ કુલ કી.રૂ.૨૪૬૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ.એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બંન્ને આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાવેલ છે.
આ કામગીરીમાં પીઆઈ શ્રી બી.પી.સોનારા, પો.હેડકોન્સ રામભાઇ મંઢ, મહાવીરસિંહ પરમાર, કિશોરભાઇ મિયાત્રા, પો.કોન્સ.ભાનુભાઇ બાલાસરા, ચકુભાઇ કરોતરા, સમરતસિંહ ઝાલા, ભાવેશભાઇ મિયાત્રા, સંજયભાઇ બાલાસરા, આશીફભાઇ રાઉમાં, ભરતભાઇ હુંબલ, મહેન્દ્રસિંહ ઝાલા, જનકભાઇ મારવાણીયા સહિતનાઓ રોકાયેલા હતાં.