Friday, March 29, 2024
HomeGujaratમોરબીના જુના ઘૂંટુ રોડ ઉપરથી ૩૦૦ લીટર દેશીદારૂ ભરેલી સીએનજી રીક્ષા સાથે...

મોરબીના જુના ઘૂંટુ રોડ ઉપરથી ૩૦૦ લીટર દેશીદારૂ ભરેલી સીએનજી રીક્ષા સાથે બે ઝડપાયા

મોરબીના જુના ઘૂંટુ રોડ ઉપરથી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે ૩૦૦ લીટર દેશીદારૂ ભરેલી રીક્ષા સાથે બેને ઝડપી લઈ કુલ રૂ.૪૯,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભરાઈએ દારૂ- જુગારના ગણનાપાત્ર કેસ શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરી હતી જે અન્વયે સીટી બી ડિવિઝન પીઆઇ આઇ.એમ.કોંઢીયા તથા પીએસઆઇ આર.બી ટાપરીયા સહિતની ટીમે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું તે દરમ્યાન સી.એન.જી. રીક્ષા રજી.નં. જીજે-૨૭-વાય-૯૧૨૯નેઅટકાવી ચેકીંગ કરતા રિક્ષામાંથી દેશી પીવાના દારૂ ભરેલ પાંચ લીટરનાં બુંગીયા નંગ-૬૦ દેશીદારૂ લીટર-૩૦૦ કી.રૂ.૬૦૦૦/- તથા મોબાઇલ નંગ ૨ કિં.રૂ.૩,૫૦૦/- મળી કુલ મુદામાલ કિં.૪૯,૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આરોપી દેવરાજભાઈ બળદેવભાઇ કોપણીયા (ઉ.વ. ૧૯, રહે. માનસર તા.હળવદ જી.મોરબી મૂળ રહે. ગામ નરાળી તા.ધાંગધ્રા જી સુરેન્દ્રનગર) તથા કિશનભાઇ ઉર્ફે બચ્ચન ઘોઘાભાઇ બાહપીયા (ઉ.વ. ૨૪, રહે. ગામ સુંદરગઢ તા.હળવદ જી.મોરબી) વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા.

આ કામગીરી પો.હે.કો. વનરાજભાઈ ચાવડા, દિનેશભાઇ બાવળીયા, પો.કો.રમેશભાઈ મૂંધવા, રમેશભાઇ મિયાત્રા, દેવસીભાઇ મોરી, ભગીરથભાઈ લોખીલ, ઋતુરાજસિંહ જાડેજા તથા શક્તિસિંહ જાડેજા સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!