મોરબી : મોરબી એલસીબી ટીમે આજે જેતપર ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી વાઇનશોપમાં મળતી હોય તેવી જુદી-જુદી બ્રાન્ડની વ્હિસ્કી, જીનની બોટલ અને ચપલા સાથે બે શખ્સોને દબોચી લીધા હતા.
એલસીબી પેરોલ ફર્લો સ્કવૉડના પો.હેડ કોન્સ. જયવંતસિંહ ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ મિયાત્રાને મળેલી બાતમી મળી હતી કે, જેતપર ગામે રહેતા કિશોરભાઇ બચુભાઇ કોળી તથા કરણભાઈ ગોરધનભાઈ મકવાણા રહે. જેતપર વાળાઓએ ભાગીદારીમાં અંગ્રેજી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે મંગાવી રહેણાંક મકાનમાં છુપાવી તેનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા દેરોડો પાડ્યો હતો.
રેઇડ દરમિયાન અંગ્રેજીદારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ 65 તથા નાના ઘમલાઓ નંગ170મળી કુલ રૂપિયા 53 હજારના મુદ્દામાલ સાથે બન્ને આરોપીને ઝડપી લઇ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.
દરોડાની આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પો.હેડ કોન્સ. સંજયભાઇ મૈયડ,ચંદુભાઈ કાણોતરા, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ મિયાત્રા, ભરતભાઇ જીલરીયા, હરેશભાઈ સરવૈયા જોડયા હતા