આજે સાંજે મોરબી ના રવાપર રોડ પર નરસંગ ટેકરી થી ઉમિયા નવરાત્રી મહોત્સવ સુધી રથયાત્રા આયોજન
મોરબી ખાતે આજ થી “ઉમિયા નવરાત્રી મહોત્સવ” નવરાત્રિનું ભવ્ય શરૂઆત થશે.વર્ષ ૨૦૧૦ થી મોરબી ખાતે ભવ્ય નવરાત્રિનું આયોજન એટલે ” ઉમિયા નવરાત્રી મહોત્સવ” યુવાનો ના ગ્રુપ દ્વારા છેલ્લા ૧૨ વર્ષ થી નવરાત્રિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૩૫ થી ૪૦ જેટલા યુવાન સ્વયમ સેવકો ની ટીમ દ્વારા આ ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મોરબી ના લીલાપર કેનાલ રોડ પર આવેલ રામકો રેસીડેન્સી ખાતે આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઉમિયા નવરાત્રી મહોત્સવ દરમિયાન થતો તમામ ફાળો લોકો ના કલ્યાણ આર્થે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારે ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા આ વર્ષે પણ નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત મોરબી જિલ્લા ના કોઈ પણ જગ્યા એ પટેલ સમાજની વાડી બનાવવામાં આવશે ત્યારે “ઉમિયા નવરાત્રી મહોત્સવ” ની ટીમ દ્વારા ૧,૧૧,૧૧૧ રૂપિયા ફાળો આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.