Friday, April 26, 2024
HomeGujaratમોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે ડમ્પર હડફેટે કાકા-ભત્રીજાનું કરુણ મોત

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે ડમ્પર હડફેટે કાકા-ભત્રીજાનું કરુણ મોત

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક ડમ્પર નં GJ-13-W-2973ના ચાલકે બેદરકારીપૂર્વક ડમ્પર ચલાવી બાઇકને હડફેટે લેતા બાઇકમાં સવાર કાકા-ભત્રીજાના કરુણ મોત નિપજ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ અકસ્માત અંગે ફરીયાદી હંસાબેન ભીખાભાઇ ગવારીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક ડમ્પર નં GJ-13-W-2973ના ચાલકે બેદરકારીપૂર્વક ડમ્પર ચલાવી તેમના દિયરના મોટરસાઈકલ નં. GJ-13-P-4958 ને હડફેટે લીધું હતું. આથી, અક્સ્માત સર્જાતા ફરીયાદી ના દિયર દેવાભાઇને બન્ને હાથમાં તથા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેમજ ફરીયાદી ના દિકરા ભોલાભાઇને માથામાં તથા ડાબા હાથમાં ખંભાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અને બંનેના મૃત્યુ થયા હતા. આ અકસ્માત થતા આરોપી પોતાના ડમ્પરને સ્થળ પર મુકી નાશી ગયો હતો. હાલમાં પોલીસ આરોપીને પકડવા કાર્યવાહી કરી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!