Friday, January 10, 2025
HomeGujaratટીકા મહોત્સવ અંતર્ગત તા. ૧૧ થી ૧૪ એપ્રિલ દરમ્યાન મોરબી જિલ્લામાં ૩૯૫૫...

ટીકા મહોત્સવ અંતર્ગત તા. ૧૧ થી ૧૪ એપ્રિલ દરમ્યાન મોરબી જિલ્લામાં ૩૯૫૫ લોકોએ કોરોના રસી લીધી

બાકી રહેતા નાગરિકોને રસી મુકાવવા અપીલ

- Advertisement -
- Advertisement -

કોરોના સંક્રમણમાં ખૂબ ઝડપથી વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તા. ૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન રસીકરણ ટીકા મહોત્સવમાં નાગરિકોને જોડાવા અનુરોધ કર્યો હતો. ત્યારે આ રસીકરણ અભિયાનમાં મોરબી જિલ્લામાં તા. ૧૧ થી ૧૪ એપ્રિલ સુધી ૩૯૫૫ વ્યક્તિઓએ રસી લીધી હતી.

રાજ્યના અન્ય મહાનગરોની સાથે સાથે મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના પોઝીટીવ કેસમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે તા. ૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન મોરબી જિલ્લામાં કુલ ૩૯૫૫ લોકોએ કોરોના પ્રતિરોધક રસી લઇ રક્ષિત થયા થયા હતા. જેમાં તા. ૧૧ એપ્રિલના રોજ ૮૯૯, તા. ૧૨ એપ્રિલના રોજ ૧૩૫૩, તા. ૧૩ એપ્રિલના રોજ ૧૨૭૬ , તા. ૧૪ એપ્રિલના રોજ ૪૨૭ નાગરિકોએ રસી લીધી હતી.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં જિલ્લાના અનેક સ્થાનો પર રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. તો આ રસીકરણ કેન્દ્રની મુલાકાત લઇ ૪૫ વર્ષથી વધુની ઉંમરના તમામ બાકી રહેતા નાગરિકોને રસી મુકાવવા અપીલ કરવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!