મોરબીના ત્રિકોણ બાગમાં પોસ્ટ ઓફિસ સામેના પાર્કિંગમાં તાણ-આંચકી આવતાં આશરે ૫૦ વર્ષીય અજાણ્યા પુરુષને હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
મોરબીના ત્રિકોણ બાગ ખાતે પોસ્ટ ઓફિસ સામેના પાર્કિંગમાં ગત તા.૨૩ ઓક્ટોબરના રોજ એક અજાણ્યા પુરુષને તાણ-આંચકી આવતાં ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આશરે ૫૦ વર્ષીય આ પુરુષનું સારવાર દરમિયાન મોત નીપજતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






