બગસરા તાલુકાના જુના ઝાંઝરીયા ગામથી લુંઘીયા ગામને જોડતા માર્ગ પર આવેલ મામાદેવના મંદિર પાસેના ખાલી તળાવમાંથી આશરે 45 થી 50 વર્ષના અજાણ્યા પુરૂષનો મૃતદેહ સાંડ્યો છે. જેને લઈને પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વાલીવારસાની શોધખોળ હાથ ધરી છે.
મૃતક યુવાને શરીર કોફી કલરના શૅફારી (પેન્ટ – શર્ટ) પહેરેલ છે. જે શરીરે મધ્યમ બાંધાના અને વાને શ્યામવર્ણા છે અને ઉંચાય આશરે ૫ ફુટ જેટલી છે.જે ભીક્ષક જેવા દેખાતા મૃતકના વળી વારસા અંગે કોઈ પણ શહેરીજજોને જાણ થાય તો તાત્કાલિક બગસરા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.આર.વાઘેલાનો મો.નં -૮૪૬૯૯૦૩૬૩ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.