મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલા નજરબાગ રેલ્વે પાટા ઉપરથી મોડી રાત્રીના રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થવા જઈ રહેલ અજાણ્યા શખ્સને ટ્રેને હડફેટે લીધો હતો. જેના કારણે આ શખ્સને પગના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું. ત્યારે સ્થાનિકોએ મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડી પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. ત્યારે બનાવને લઈ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અજાણ્યા મૃતક યુવાનના વાલીવારસની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલા નજરબાગ રેલ્વે પાટા ઉપરથી મોડી રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં એક અજાણ્યો આશરે ૪૫ વર્ષનો શખ્સ રેલ્વે ટ્રેક ઓળંગી રહ્યો હતો. તે દરમિયાન રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન આવી ધમકતા તેણે શખ્સને હડફેટે લીધો હતો. જેના કારણે આ અજાણ્યા શખ્સને પગના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. હાલ અજાણ્યા યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડી મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતકની ઓળખ પણ થઈ શકી ન હોવાથી બનાવ આકસ્મીક છે કે આપઘાતનો તે પણ હજી તપાસનો વિષય છે. દરમ્યાનમાં અજાણ્યા યુવાનની ઓળખ થાય તે માટે જો કોઈને જાણકારી હોય તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના ફોન નંબર (૦૨૮૨૨) ૨૪૨૬૫૧ અથવા તપાસ અધિકારી વાલભા ચાવડાના મોબાઈલ ફોન નંબર ૯૯૨૫૯ ૪૭૩૪૯ ઉપર માહિતી આપવા માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.