કડકડતી ઠંડીમા અબોલ જીવોનાં પેટની જઠરાગ્નિ ઠારવા બે માસથી ટંકારાના ટોળ ગામે ન્યુ ઇન્ડિયા ગ્રુપના યુવાનો રોટલા ખવડાવી કરે છે અનોખો સેવાયજ્ઞ.
હાલ શિયાળાની ઋતુમાં ઠંડક ને કારણે જન જીવન પર અસર પડે છે અને ઠંડીથી બચવા માટે ગરમ કહી શકાય એવી શબ્જી, અડદિયા, સાની, ચિકી, વગેરે ખોરાક આરોગી શક્તિ મેળવી લે છે ત્યારે અબોલ જીવોને પણ ઠંડી સામે રક્ષણ મળે તે માટે પેટ ની જઠરાગ્નિ ઠારવી આવશ્યક હોય ટંકારા ના ટોળ ગામના યુવાનો પ્રેરીત ન્યુ ઇન્ડિયા ગ્રુપના મેમ્બરો છેલ્લા બે માસ થી અબોલ જીવો માટે એક મણ બાજરા ના રોટલા બનાવી જ્યાં જીવ વસવાટ કરતા હોય ત્યાજ ટીફીન માફક હોમ ડિલીવરી કરવામાં આવે છે અને આ હાજા ગગડાવતી ઠંડી સામે રાહત મળે એવુ ઉમદા કાર્ય કરી સમાજમા જીવદયા નુ ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.