હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદ આગામી દિવસોમાં યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે હળવા વરસાદની સાથે કેટલી જગ્યાઓ પર ગાજવીજ સાથે અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. જેને પગલે મોરબી અને ટંકારા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
મોરબી શહેર અને આજુ બાજુમાં અમુક ગ્રામ્ય વિસ્તારમાં તેમજ ટંકારા શહેર અને સરાયા,ઓટાળા, મેઘપર ઝાલા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને કાળા ડીબાંગ વાદળો સાથે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો