ગુજરાતમાં 30 એપ્રિલ સુધી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જેને પગલે આજે મોરબીનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં ધરતીપુત્રોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતાં થઈ ગયાં હતાં. આકરી ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોએ તો ગરમીમાં રાહત અનુભવી હતી. તો બીજી તરફ માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.