કાળમુખા કોરોનાની ચેપી ચેઇનથી બાળકોને બચાવવા બંધુનગર પ્રાથમિક શાળામાં તરુણો માટેનો વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.
મોરબીના બંધુનગર પ્રાથમિક શાળા ખાતે ૧૫ થી ૧૮ વર્ષના તરુંણો માટે બીજા તબક્કાના કોરોના રસીકરણ કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા બંધુ નગર પ્રાથમિક શાળાના આચાર્ય અમૂલ જોષી, બંધુ નગરના સરપંચ શૈલેષભાઈ પટેલ, જયેશ સદાતિયા, આરોગ્ય વિભાગના કર્મચારી વિવેકભાઈ બોરીચા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે 15 થી18 વર્ષના જે તરુંણો રસીકરણમાં બાકી હોય તેઓના વાલીએ ફરજિયાત રસીકરણ કરાવવા આગળ આવવું જોઈએ તેવો અમૂલભાઈ જોષીએ અનુરોધ કર્યો હતો.