Wednesday, January 22, 2025
HomeGujaratવડોદરાઃ મહિલા GST ઈન્સ્પેક્ટરને ઉપરી અધિકારી સાથે કઢંગી હાલતમાં પતિએ ઝડપી, 'અધિકારીએ...

વડોદરાઃ મહિલા GST ઈન્સ્પેક્ટરને ઉપરી અધિકારી સાથે કઢંગી હાલતમાં પતિએ ઝડપી, ‘અધિકારીએ પતિને કહ્યું હું તારો સાહેબ છું, તું…’ નોંધાઈ ફરિયાદ

વડોદરાના રેસકોર્સ સ્થિત જીએસટી ભવનમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી પત્ની અને જીએસટી અધિક્ષકને ઘરના બેડરૂમમાં જ કઢંગી હાલતમાં જીએસટી ભવનમાં જ ફરજ બજાવતા ઇન્સ્પેકટર પતિએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. અધિક્ષકે રંગે હાથે પકડનાર પતિને તારી પત્ની સાથે મારા આડા સંબંધ છે તારાથી જે થાય તે કરી લે. હું તારો સાહેબ છું. તું મને કોણ પુછવા વાળો. તેમ કહી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે અધિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મૂળ હરિયાણાના અને હાલમાં વડોદરા ખાતે રહેતા જતિન (નામ બદલ્યું છે) રેસકોર્સ સ્થિત જીએસટી ભવનમાં જીએસટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. વર્ષ ૨૦૧૮ દરમિયાન તેમને સહકર્મી અને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી ૨૮ વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ પાંગરતા સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે તકરાર થતાં પતિ પત્ની અલગ રહેતા હતા. તકરારમાં પત્ની જતિન ઉપર હાથ ઉપાડી માર પણ મારતી હતી.

પોલીસ ફરિયાદમાં પતિએ કહ્યું કે, જે પછી હું અન્ય સહકર્મી મિત્રો સાથે અલગ રહેવા લાગ્યો હતો. ત્યારબાદ મારી સાથે ન રહી વડોદરા તાંદલજા વિસ્તારમાં અલગ રહેતી પત્નીના ઘરે અવારનવાર યુવકો આવતા હતા. જે બાબતની સ્થાનીકમાં રહેતા લોકો દ્વારા મને જાણ થતી હતી. જેથી પત્નીને સમજાવવાનો પ્રયાસ કરતાં જતિનને પત્ની ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. દરમિયાન તા. ૧૫મી ઓગસ્ટના રોજ પત્નીના ઘરે કોઈ અજાણ્યો વ્યક્તિ આવ્યો છે તેવી માહિતી જતિનને મળી હતી. જેથી જતિન પત્નીના ઘરે પહોંચ્યો હતો. ત્યારે ઘરે પહોંચેલા જતિને બંધ દરવાજો ખખડાવતા પત્નીએ દરવાજો ખોલ્યો હતો. જેથી ઘરમાં પ્રવેશી જતિને તપાસ કરતા બેડરૂમમાં સુભાનપુરા જીએસટી વિભાગમાં ફરજ બજાવતા અધિક્ષક જશવંતકુમાર પરમાનંદ ચાલીયા (રહે. બી/ 1003, સીનોવે પેલેડીયમ, એસઆર પેટ્રોલપંપની પાછળ, વાસણા ભાયલી રોડ, વડોદરા) કઢંગી હાલતમાં સૂતેલો જોવા મળ્યો હતો. બેડરૂમમાં મળી આવેલા જશવંતકુમારને બેડરૂમમાં હાજરી બાબતે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, તું કોણ પૂછનાર છે. હું તારો સાહેબ છું. તેમ કહી અપશબ્દો બોલી લાફા ઝીંકી દીધા હતા અને વધુમાં જણાવ્યું હતું કે, તારી પત્ની સાથે મારા આડા સંબંધ છે તારાથી જે થાય તે કરી લે અને જો અમારી બંને વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્યારે જતિને શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરતા મહિલા પોલીસ સાથે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ પોલીસ જતિન અને તેની પત્ની અને અધિક્ષકને લઇ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં જતિને બનાવ અંગે જે પી પોલીસ મથકમાં જીએસટી વિભાગના અધિક્ષક જશવંતકુમાર પરમાનંદ ચાલીયા ( રહે – સીનોવે પેલેડીયમ, વાસણા -ભાયલી રોડ વડોદરા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!