હળવદના યુવાને ૨૪ લાખ ૩ ટકે વ્યાજે લીધા હોય બાકી રહેલા ૯ લાખની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપતા હળવદ પોલીસ મથકમાં સોલડી ગામના વ્યાજખોર સામે ગુનો દાખલ કરી પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ મથકમાં પ્રાપ્ત વિગત મુજબ હળવદના સંજયભાઈ મશરુભાઈ મુંધવા (જાતે-ભરવાડ ઉ.વ.૩૩ )એ મફાભાઈ ખોડાભાઈ મેવાડા (રહે.ગામ-સોલડી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર)પાસેથી ખેતીકામ માટે પૈસાની જરૂરીયાત હોય જેથી આરોપી પાસેથી સને ૨૦૦૯ તથા અગલ અગલ સમયે રૂ.૨૪.૦૦ લાખ ૩ ટકા વ્યાજે લીધેલ જે રૂપીયા માંથી આરોપીને લેવાના બાકી નીકળતા રૂ.૯.૦૦ લાખ તથા તેનુ વ્યાજ લેવા આરોપીએ ફોનમા પઠાણી ઉઘરાણી કરી તેમજ ફરીયાદીના ઘરે જઈ બિભત્સ ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપતા પોલીસે યુવાનની ફરિયાદ પરથી કલમ ૫૪૦ , ૫૦૬(૨), તથા વ્યાજે પૈસા આપવાની કલમ હેઠળ ગુનો નોંધી વ્યાજખોરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.