Saturday, July 27, 2024
HomeGujaratમોરબીની સાર્થક વિદ્યામંદિર સ્કૂલ દ્વારા કરવામાં આવેલ 'વૈદિક પેરેન્ટીંગ' સેમિનારને મળ્યો બહોળો...

મોરબીની સાર્થક વિદ્યામંદિર સ્કૂલ દ્વારા કરવામાં આવેલ ‘વૈદિક પેરેન્ટીંગ’ સેમિનારને મળ્યો બહોળો પ્રતિસાદ

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર સ્કૂલમાં વૈદિક પેરેન્ટીંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈદિક પેરેન્ટીંગ એટલે બાલ ઉછેરમાં માતાપિતાના કર્તવ્યો સમજાવતું કે બોધ કરાવતું વૈદિક સંબંધીત વિજ્ઞાન. વૈદિક પેરેન્ટીંગમાં વેદ,ઉપનિષદો તથા ગીતા જેવા દાર્શનિક ગ્રંથો તેમજ આની સાથે સાથે આયુર્વેદિક તથા જ્યોતીષ શાસ્ત્રના અને તંત્ર ગ્રંથો જેવા વિભન્ન ગ્રંથોનો સન્મય કરી તેમાની એક રૂપરેખા તૈયાર કરી સરળ ભાષામાં સમજી શકાય તેવીરીતે મુદ્દાસર તે રીતે તૈયાર કરેલ અર્થબોધ. જો ટૂંકમાં કહેવામાં આવે તો આપણામાં રહેલી શક્તિઓ અને ક્ષમતાઓને ઓળખી તેનો ઉપયોગ તમારા બાળકોના ઉછેરને સરળ અને સહજતાથી કરી શકો તે વિશે સમજાવતું વિજ્ઞાન એટલે વૈદિક પેરેન્ટીંગ. ત્યારે મોરબીની સાર્થક વિદ્યામંદિર તેમજ સંસ્કૃતિ આર્ય ગુરુકુળ રાજકોટ દ્વારા વૈદિક પેરેન્ટીંગ સેમિનારનું આયોજન કરવાના આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

વૈદિક પેરેન્ટીંગ સેમિનારમાં સંસજરૂટી આર્ય ગુરુકુળ રાજકોટના આચાર્ય મેહુલભાઉ દ્વારા બાળકોના અન્નમય કોષ અને પ્રાણમય કોષ વિકાસના તબક્કા, બાળકોના અન્નમય કોષના વિકાસ માટે સાત્વિક અન્ન નું મહત્વ તેમજ પ્રાણમય કોશના વિકાસ માટે નિયમો, સહનશીલતા અને સ્વાવલંબન બાળકોને વ્યવહાર દ્વારા કેવી રીતે શીખવવા તેની વિસ્તારથી સમજૂતી આપવામાં આવી હતી. તેમજ વૈદિક પેરેન્ટિંગના 100 સૂત્ર છે જે મનોવિજ્ઞાન આધારે લખાયેલા છે, તે માતા પિતાએ સમજવા ખૂબ જરૂરી છે, તે વાતની અનુભૂતિ થઈ અભિભાવકતા કરાવી હતી.

વધુમાં સેમિનાર કાર્યક્રમના અંતે ઉપસ્થિત માતાપિતા દ્વારા અલગ અલગ મુદ્દાઓ તથા વૈદિક પેરેન્ટીંગને સમજવા માટેની પ્રશ્નોત્તરી થઈ હતી, અંતમાં કાર્યક્રમની પુર્ણાહુતી સમયે
સાર્થક વિદ્યામંદિરના આચાર્ય કિશોરભાઈ શુક્લ દ્વારા સમાપન વક્તવ્ય આપ્યું હતું. ત્યારે આ જ્ઞાનસભર કાર્યક્રમ ખૂબ પ્રેરણાદાયી બન્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!