Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના ભડીયાદ ગામથી જામગરી બંદૂક સાથે એક શખ્સને દબોચી લેતી ક્રાઇમ બ્રાંચ

મોરબીના ભડીયાદ ગામથી જામગરી બંદૂક સાથે એક શખ્સને દબોચી લેતી ક્રાઇમ બ્રાંચ

મળતી માહિતી અનુસાર મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં નદીને કાંઠે આવેલ રામાપીર મંદિર નજીકથી ગેરકાયદેસર પરવાના વગર દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે આરોપી ચકુભાઇ મનસુખભાઇ સેલાણીયા ઉવ-૩૫ રહે.મોરબી ભડીયાદ રોડ, સાયન્સ કોલેજ સામે, વિધાનગર સોસાયટીવાળાને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસે આરોપી પાસેનું ગેરકાયદેસર હથિયાર કબ્જે લઇ તેની વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તાલુકા પોલીસ મથકમાં સોંપી આપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!