Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેરના મેસરીયા ગામે વેવાઈ ઉપર વેવાઈ સહિત ત્રણ શખ્સોએ કર્યો હુમલો

વાંકાનેરના મેસરીયા ગામે વેવાઈ ઉપર વેવાઈ સહિત ત્રણ શખ્સોએ કર્યો હુમલો

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામેં વેવાઈ સહિત ત્રણ શખ્સોએ ડો.ઇલ્યાસભાઇના દવાખાના પાસે વેવાઈ પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ અંગે પોલીસ મથકે થી જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેર તાલુકાના કોઠારીયા(જડેશ્વર) ગામે રહેતા દીનેશભાઇના ભાઈ બાબુભાઇના દીકરી મેસરીયા ગામે આરોપીને ત્યાં સાસરે હતા અને આરોપી હીરાભાઇ માલકીયાની દીકરી બાબુભાઇના ઘરે સાસરે હતા. જે સામસામા સગપણમા બાબતે બન્ને પક્ષને અગાઉ અવારનવાર બોલાચાલી ઝઘડો થતો હતો. જે ઝઘડાનું વેર વાળવા આરોપી હીરાભાઇ માલકીયાએ વેવાઈ દીનેશભાઇ મોહનભાઇ કોબીયા (ઉ.વ.૪૦ રહે.કોઠારીયા(જડેશ્વર) તા.વાંકાનેર) પર લાકડાનો ધોકા વડે હુમલો કર્યો હતો. વધુમાં આરોપી હીરાભાઇ માલકીયા અને અશ્વિનભાઇ હીરાભાઇ માલકીયા તથા ચનાભાઇ હીરાભાઇ માલકીયાએ માર મારી ઇજા પહોંચાડી હતી. વધુમાં સાહેદ દીનેશભાઇ ના પીતા મોહનભાઇને પણ ત્રણેય આરોપીઓએ ઢીકા પાટુનો મુંઢ માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપી આપી હતી. જે બનાવને લઈને દીનેશભાઇએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!