હળવદના ખોડ ગામે લગ્ન પ્રસંગ માં ફાયરિગ કરનાર વ્યક્તિ ટિકરના દેના બેંકનો ગાર્ડ હોવાની માહિતી પણ આધારભૂત સુત્રોમાંથી મળી છે : પોલીસે તપાસ કરી કડક કાર્યવાહી કરી ગુનો નોંધવા આદેશ આપ્યા.
હળવદ ના ખોડ ગામે લગ્ન પ્રસંગમા બારબોર જોટાથી ફાયરીંગ કરાયા હોવાના વિડીયો વાયરલ થયા છે જેમાં એક વ્યક્તિ ડિજેના તાલે જુમતા જુમતા લોકોના ટોળા વચ્ચે બેફિકરાઇથી ફાયરીંગ કરી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે જો કે આજુબાજુમા નાના બાળકો અને મહિલા નાચી રહ્યા હોવા છતાં આવી બે ફિકરાઇ થી ફાયરીગ કરતા લોકોમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો આ ફાયરીગ કરનાર શખ્સ ટીકર દેના બેંકનો ગાર્ડ હોવાની ચર્ચા પણ લોકોમાં ચાલી રહી છે અને સાથે જ ગત રાત્રીએ લગ્ન પ્રસંગમા ફાયરીંગ થયા હોવાની ચર્ચા એ પણ જોર પકડયું છે આ વાત મોરબી એસપી એસ આર ઓડેદરાને ધ્યાને આવતા એસપે તુરંત હળવદ પોલીસ ને આપ્યા તપાસના આદેશ આપી ફાયરીગ કરનાર વ્યક્તિ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે ત્યારે આગામી સમયમાં આ વીડિયો કરનાર વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાય તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.