ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોરબી જિલ્લા કલેકટર અને મોરબી એસપી સમક્ષ કાર્યવાહી કરવા રજૂઆત કરી
ગત તા. ૩૦/૦૩/૨૦૨૩ ને ગુરુવાતના રોજ રામનવમી પર્વ નિમિતે મોરબી શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન શહેરનાં વિશ્વ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મહેન્દ્રનગર ગામે શોભાયાત્રા દરમ્યાન નજીવી બાબતે બે શખ્સોએ યુવક પર હિચકારો હુમલો કરેલ હોય તેને લઇ હિન્દૂ સંગઠનોની લાગણી દુભાતા કલેક્ટરને રજૂઆત કરી ઘટનાને શખ્સ શબ્દોમાં વખોડી કાઢી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, મહેન્દ્રનગર ગામે આયોજિત શોભાયાત્રામાં જાણીબૂઝીને હિન્દુઓના તહેવાર હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાના એકમોત્ર બદઇરાદાથી રથમાં બેસવા જેવી સાવ નજીવી બાબતે બે પટેલ (હિન્દુ) ઈસમોએ બોલાચાલી કરેલ. જેમનું નામ રાજેશભાઇ નાનજીભાઇ ગોધવીયા અને જયેશભાઇ દલસાણીયા છે. ત્યારબાદ આ બન્ને શખ્સોએ રાજેશભાઇ શેરસીયાને જાનથી મારી નાખવાની ધમકી આપેલ આ રાજેશભાઈ નાનજીભાઇ ગોધવીયા અને જયેશભાઇ દલસાણીયા દ્વારા અજાણ્યા મુસ્લીમ જ્ઞાતિના 25 જેટલા લોકોને માળીયા થી બોલાવવામાં આવેલ અને કાવતરું ઘડી રાજેશભાઈ નાનજીભાઇ ગોધવીયા અને જયેશભાઇ દલસાણીયાએ રાજેશભાઇ શેરસીયાને સમાંધાન કરવા માટે મહેન્દ્રનગર ચોકડીએ બોલાવેલ. ત્યારે રાજેશભાઇ શેરસીયા મહેન્દ્રનગર ચોક્ડીએ જતા ત્યાં હાજર બંને ઈસમો અને તેની સાથે આવેલ અજાણ્યા ૨૫ જેટલા મુસ્લીમ લોકોએરાજેશભાઇ શેરસીયા અને જીજ્ઞેશભાઇ કૈલા ઉપર ઓચિંતો હિચકારો હુમલો કર્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આ રીતે હિન્દુઓના પવિત્ર તહેવારમાં રાજેશભાઇ નાનજીભાઇ ગોપવીયા અને જયેશભાઇ દલસાણીયા જેવા આવારા ઇસમો દ્વારા હિન્દુ સમાજની લાગણીને એકમાત્ર ઠેસ પોચાડવાના બદઇરાદાથી જે મુસ્લીમ સમાજના લોકોની સાથે મળી કાવતરુ કરેલ અને સમાધાન કરવાની ખોટી વાત કરી રાજેશભાઈ શેરશિયા અને જીજ્ઞેશભાઇ કૈલા ઊપર થયેલા હુમલાને વિશ્વ હિંદુ પરિષદ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આકરી ટીકા કરે છે. તેમજ આવા કાવતરામાં સંડોવાયેલા તમામ લોકો આવા કલંકરૂપ રાજાભાઇ નાનજીભાઈ ગોધવીયા અને જયેશભાઇ જેવા ઈસમોને કાયદાનું ભાન કરાવવામાં આવે જેથી ભવિષ્યમાં હિન્દૂઓની લાગણીને ઠેસ પહોંચાડવામાં ન આવે. તેમ કેલેક્ટરને પત્ર લખી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.