Saturday, December 2, 2023
HomeGujaratહળવદ શહેર માં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની ધામધૂમ...

હળવદ શહેર માં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

કોરોના મહામારી અનુસંધાને શોભાયાત્રા ટૂંકાવી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આજરોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે છોટાકાશી હળવદ નગરી માં વર્ષો થી નીકળતી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી જન્માષ્ટમી શોભાયાત્રા ભક્તિભાવ થી અને ધામધૂમ પૂર્વક શ્રી રાધાકૃષ્ણ મંદિર મોરબી દરવાજા ખાતે થી નીકળી હતી અને કોરોના મહામારી ના કારણે દર વખતે નીકળતી શોભાયાત્રા ના રુટ ને ટૂંકાવી અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે સમાપન કરવામાં આવી હતી ત્યારે વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાને લઇ સીમિત ભક્તો ની હાજરી હોવા છતા હાજર ભાવિક ભક્તો એ ” નંદ ઘેર આનંદ ભયો , જય કનૈયા લાલ કી ” , ” આજનો દિવસ કેવો છે … સોના કરતા મોંઘો છે … સોના કરતા મોંઘું શુ … કાનુડા ની મૂર્તિ…” ના નાદ થી હળવદ ની મુખ્ય બજારો કૃષ્ણમય બની હતી આ શોભાયાત્રા માં જન્માષ્ટમી શોભાયાત્રા સમિતિ ના અધ્યક્ષ ડૉ. મિલનભાઈ માલમપરા , ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરીયા , જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી , જશુભાઈ પટેલ , બીપીનભાઈ દવે , ધીરુભા ઝાલા , વિશ્વ હિન્દુ પરિષદ હળવદ ના અધ્યક્ષ ઈશ્વરભાઈ દલવાડી , રશ્મિનભાઈ દેથરીયા , બજરંગદળ ના સંયોજક વિજયભાઇ ભરવાડ , અજયભાઈ રાવલ , વિજયભાઈ જાની , રમેશભાઈ પટેલ , કેતનભાઈ દવે , વાસુભાઈ સીણોજીયા સહિત રાજકીય અને સામાજિક અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં ઢોલ નગરા સહિત ઉત્સાહ પૂર્વક શ્રી કૃષ્ણ જન્મ ની ઉજવણી કરવામાં આવી હતી

આ શોભાયાત્રા ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!