દેશભરના ૧૫ રાજ્યોમાંથી આગામી સમયમાં ખાલી પડતી રાજ્યસભાની 57 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી જૂન અને ઓગસ્ટ મહિના વચ્ચે અલગ-અલગ તારીખે નિવૃત્ત થતા સભ્યો દ્વારા ખાલી કરાયેલી ૧૫ રાજ્યોની ૫૭ જેટલી બેઠકો પર તારીખ ૧૦ જૂન ના રોજ ચૂંટણી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અને ૨૪ મેના રોજ જાહેર થશે વોટિંગ માટે નોટિફિકેશન ૨૪ મેના રોજ બહાર પાડવામાં આવશે.
જેમાં નિવૃત્ત થતા કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, કોંગ્રેસના નેતા અંબિકા સોની, જયરામ રમેશ, કપિલ સિબ્બલ અને બસપા નેતા કે સતીશ ચંદ્ર મિશ્રાનો સમાવેશ થાય છે. આ તમામ 21 જૂનથી 1 ઓગસ્ટની વચ્ચે નિવૃત્ત થઈ રહ્યા છે.જેથી ઉત્તર પ્રદેશમાં 11 બેઠકો, તમિલનાડુમાં છ, મહારાષ્ટ્રમાં છ, બિહારમાંથી પાંચ, આંધ્રપ્રદેશમાં ચાર,રાજસ્થાનમાં ચાર અને કર્ણાટકમાંથી ચાર સભ્યો મધ્યપ્રદેશ માંથી ત્રણ,ઓડિશામાંથી ત્રણ, તેલંગાણામાં બે ,છત્તીસગઢમાં બે પંજાબમાં બે,ઝારખંડમાં બે, હરિયાણામાંથી બે, અને ઉત્તરાખંડમાંથી એક મળીને કુલ ૫૭ જેટલા સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. ચાલુ પ્રક્રિયા મુજબ મત ગણતરી મતદાન સમાપ્ત થયાના તુરંત એક કલાક પછી જ કરવામાં આવશે. મોટાભાગના નવા ચૂંટાયેલા સભ્યો જુલાઈમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરે તેવી પણ અપેક્ષાઓ હાલ સેવાઇ રહી છે.